Skip to main content

श्री कृष्णः (दत्तः) शरणं ममः । (3)

કાં હું નહીં કાં પાંડવો નહીં

ઈચ્છાધારી મૃત્યુ માત્ર ભિષ્મ પિતામહને પ્રાપ્ત થયેલા છે. અખંડ બ્રહ્મચર્યનું પ્રતિક એવા ભિષ્મથી પાંડવ સેના થરથર કાંપે, ભિષ્મે પ્રતિજ્ઞા કરી કે,- "કાં હું નહીં કાં પાંડવો નહીં." પાંડવો તો નિરાંતે ઉંઘતા હતા કારણ કે - તેમની ચિંતા શ્રીકૃષ્ણને. પાંડવ પત્નિ દ્રૌપદી ચિંતાતુર છે. આ તરફ શ્રીકૃષ્ણ પણ વિચારમગ્ન છે. શ્રીકૃષ્ણ દ્રૌપદીને બોલાવે છે અને રાત્રિ સમયે ભિષ્મના તંબુ પર નવા પૂજનનો થાળ લઈ જવાની આજ્ઞા આપે છે. દ્રૌપદી મધરાતે ભિષ્મના તંબુ પાસે જાય છે પાછળ-પાછળ શ્રીકૃષ્ણ. ભિષ્મ પણ ભૂતકાળના યુધ્ધોની યાદી અને ભવિષ્યકાળના આયોજન માટે જાગતા હતા, ત્યાં દ્રૌપદી નતમસ્તકે તંબુમાં આવી વંદન કરે છે ત્યારે “અખંડ સૌભાગ્યવતી” ના આશીર્વાદ આપે છે. દ્રૌપદી પોતાની ઓળખાણ આપે છે ત્યારે ભિષ્મ પણ છક્ થઈ જાય છે. વચન ખાતર ભિષ્મે રાજગાદી, લગ્નનો ત્યાગ કરેલો હવે પાંડવોને અભય વચન આપી દીધું. દ્રૌપદીને કહે છે કે “માનો કે ન માનો પણ અહીં તહીં કનૈયો છુપાયો છે નહીંતર આવી ભેંકાર રાત્રીએ તું એકલી કેમ આવી શકે ?” શ્રી કૃષ્ણ પ્રસન્નવદને હાજર થાય છે. પાંડવો પરનો એક વધારાનો ભય ગયો.


॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥

~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



Krishna Draupadi Bhishm Mahabharat Pandav Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation